H1 Title Text

24-03-2026

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કાણોદર ગામમાં “ચકલીધર અને પાણીના કૂંડા વિતરણ કાર્યક્રમ” યોજાશે કાણોદર ગામ, તા. 26 માર્ચ: વિશ્વ ચકલી દિવસના ઉપલક્ષ્યમાં મહિલા કલા-નિધિ ટ્રસ્ટ, કાંઠેર અને માનવ સેવા ગ્રુપ, કાણોદર દ્વારા “જીવદયા અભિયાન” અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ ચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ માટે ચકલીધર (Bird Feeder) અને પાણીના કૂંડા વિતરણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ભારત સ્કાઉટ ગાઈડ્સના “રાજ્યપાલ એવોર્ડ સન્માન – 2026” અંતર્ગત કાંઠેર અનુપમ શાળા નં. 3 ની 8 તેજસ્વિની દીકરીઓના હસ્તે યોજાશે. સહયોગ રકમ માત્ર રૂ. 10 રાખવામાં આવી છે અને વિતરણ “વહેલા તે પહેલા” ધોરણે કરવામાં આવશે.

કાર્યક્રમનું આયોજન તા. 26/03/2026, ગુરુવારના રોજ સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી કાણોદર ગામમાં લક્કી સ્ટોર પાસે, મેડિકલ એરિયા ખાતે કરવામાં આવશે.

આ પ્રસંગે કાણોદર ગામની  તમામ સામાજિક, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ તેમજ ગ્રામજનોને સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચકલી સહિત નાના પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો અને લોકોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસાવવાનો છે.